સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાળો સમુદ્રમાં રશિયન ફ્લીટના મુખ્ય યુદ્ધ જહાજ ‘મોસ્કવા’ને નુકસાન થયા બાદ બંદર પર લાવવામાં આવી રહ્યું હતું, પરંતુ દરિયાઈ ઉછાળાને કારણે તે ડૂબી ગયું.
510 ક્રૂ સાથેની આ મિસાઈલ ક્રુઝર રશિયાની સૈન્ય શક્તિનું મહત્વનું પ્રતીક હતું. આ યુદ્ધ જહાજ યુક્રેન સામે દરિયાઈ હુમલાનું નેતૃત્વ કરી રહ્યું હતું.
યુક્રેને દાવો કર્યો હતો કે તેની મિસાઈલોએ યુદ્ધ જહાજ પર હુમલો કર્યો હતો. જો કે રશિયાએ આવા કોઈ હુમલા અંગે માહિતી આપી નથી. તેણે એટલું જ કહ્યું છે કે આ જહાજ આગ પછી ડૂબી ગયું છે.
રશિયાના જણાવ્યા અનુસાર આગના કારણે આ યુદ્ધ જહાજમાં રાખેલો દારૂગોળો ફાટ્યો હતો. તેણે એ પણ જણાવ્યું છે કે વિસ્ફોટ બાદ મોસ્કવાના સમગ્ર ક્રૂને બહાર કાઢવામાં આવ્યો હતો. ક્રૂને અન્ય રશિયન જહાજોમાં ખસેડવામાં આવ્યો હતો જે હજુ પણ કાળા સમુદ્રમાં છે. રશિયાએ આનાથી વધુ કોઈ માહિતી આપી નથી.