આદીવાસી લોકોના બાળકોમાં શિક્ષણનું સ્તર ઊચું આવે તેવા પ્રયાસોથી નસવાડીના લીંડા ખાતે બનાવવામાં આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલો તો બનાવી દીધી છે. પરંતુ તંત્રની અણઘડતાને લઈ બાળકોને મુસાફરી કરવામાં મુશ્કેલીમાં હતા તે અંગેનો અહેવાલ સત્ય ડે.કોમ પર દર્શાવતા જિલ્લા કલેકટરે મિટિંગ બોલાવી બીજી ચાર બસ ફાળવવા માટે આદેશ કર્યા
નસવાડી તાલુકાના લીંડા ટેકરા ગામે બનાવેલી મોડેલ સ્કૂલના 586 વિધાર્થીઓ એસટી નિગમની ચાર બાસમાં નસવાડી તાલુકામાં 30 કિમીના અંતર સુધી બસમાં ઉભા ઉભા મુસાફરી કરતા હતા. આટલી મોટી સંખ્યામાં આવતા બાળકો માટે ફક્ત ચાર જ બસ ફાળવવામાં આવી છે.
જેમાં એક એક બસમાં 120 થી વધારે બાળકો ને ઠાસી ઠાસીને ભરવામાં આવે છે .બાળકોને બસ માં બેસવા નું પણ મળતું નથી .સવારના વહેલા સ્ટેન્ડ પર આવેલા બાળકો 30 30 કિમી સુધી બસ માં ઊભા ઊભા સફર કરે છે . આજ રીતે તેઓ પરત પણ થતાં હોય મોડી સાંજે ઘરે પહોચે છે.આ અંગેનો અહેવાલ સત્ય ડે.કોમ પર દર્શાવતા તેની અસરથી જિલ્લા કલેક્ટરે બોડેલી ડેપો મેનેજર અને છોટાઉદેપુર આદિજાતિ વિભાગના અધિકારી સાથે મિટિંગ કરીને વધુ ચાર બસ ફાળવવા માટે હુકમ કર્યો છે.