[slideshow_deploy id=’39103′] મોરબીમાં દિવસે-દિવસે ગંદકીનું સામ્રાજ્ય વધતું જાય છે પરંતુ પાલિકાને પ્રજાની કઈ પડીન હોય તેમ આંખ આડા કાન કરીને પોતામાં મસ્ત છે.ત્યારે મોરબીની શાક માર્કેટમાં દરરોજ ઉભરતી ગટરોથી વેપારીઓની મુશ્કેલી વધી છે.
મોરબીના શક માર્કેટમાં રોજ ઉભરાતી ગટરોથી વેપારીમાં રોષ જોવા મળ્યો છે અને વેપારીઓને ધંધામાં પણ મુશ્કેલીનો સમાનો કરવી પડી રહ્યો છે પરંતુ પાલિકામાં શાસક પક્ષ ભાજપને વેપારીઓની રજૂઆત કે પ્રશ્ન સંભળાવાનો સમય નથી વખતોવખત અનેક રજુઆતો કરવા છતાં સ્થિતિ સુધારવાની નામ લેતી નથી તાજેતરમાં કોંગ્રેસે એક દિવસના પ્રતિક ઉપવાસ કરીને મોરબીના પ્રાણ પ્રશ્નોને વાચા આપી હતી પરંતુ શાક માર્કેટમાં ઉભરાતી ગટર મામલે શાસક હોય કે વિપક્ષ બંને પક્ષોનો એક સરખો મિજાજ જોવા મળે છે
જેથી વેપારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે શહેરમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય સાથે બજાર પણ ગંદકીથી ઉભરાય છે તેવી સ્થિતિમાં વેપારીઓ કેવી રીતે વેપાર કરે તે પ્રશ્ન સતાવી રહ્યો છે તો નાણા મોટા ધંધાર્થીઓ જે પાથરણા પાથરી વેપાર કરતા હોય છે તે પણ ગંદકીને કારણે વેપાર કરી સકતા નથી.એક બાજુ મોરબી શહેરને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે પણ મોરબી સફાઈ સમિક્ષા થાય તો શાશકો અને અધિકારીઓ મો શરમથી નીચું ઝુંકાવી તે તો નિશ્ચિત છે.