ગુજરાતમાં ચુંટણી નજીક આવતાંજ રાજકારણ ગરમાતું જાય છે ઠંડીની મોસમમાં ભાજપી નેતાઓ પર કૌભાંડના આરોપો થવા લાગતા હવે રાજકિય ગરમાવો તાપણાનું કામ કરી રહ્યા છે.
પહેલાં અમિત શાહના દિકરા જયશાહ પર આરોપ લાગ્યા અને એનાં પડઘાં શમ્યા નથી ત્યાં મુખ્યપ્રધાન રૂપાણીને સેબીએ લપડાક લગાવી દીધી છે સેબીએ રૂપાણી સહીત કુલ ૨૨ કંપનીઓને ૬.૯ કરોડના દંડ ફટકાર્યા છે વિજય રૂપાણીની એચયુએફ કંપનીને ૧૫ લાખનો દંડ કર્યો છે.
સેબીએ વિજય રૂપાણીને અનેકવાર ઈ-મેઈલ કરીને આ અંગે રૂપાણીને જાણ પણ કરી હતી, સેબીએ કહ્યું હતું કે સારંગ રસાયણના શેરોના ૮૭ હજારથી વધુ શેરના વેચાણમાં ગેરરિતી જણાતા આ નોટીસ ફટકારાઇ છે.
સેબીએ આ અંગે રૂપાણીનો ખુલાસો માંગ્યો રુપાણીએ રૂપાળો બચાવ કરતાં કહ્યું હતું કે એમનાં વ્યવહારમાં ડેટા જેમાં સેવ કરાયો છે તે સીડી કરપ્ટ થઈ ગઈ છે માટે સમય આપવામાં આવે સેબીએ સમય આપ્યો છતાં સીએમની ખુરશી પર બેઠાં પછી સેબીને સફરજનથી સસ્તાં ગણતા રુપાણીએ કોઈ જવાબ ન આપ્યો રૂપાણીના જવાબની રાહ જોયા પછી સેબીએ હવે રૂપાણીને નોટીસ ફટકારી જવાબ આપવા કહ્યું છે પરંતુ cm rupani ભીસમાં આવવાની સાથેજ કોંગેસ ગેલમાં આવી ગઈ છે
રાહુલ ગાંધીએ રૂપાણીની નોટીસના સમાચાર બહાર આવતાની સાથેજ રાહુલ ગાંધીએ ટવીટર પર રૂપાણીને લાલ ચકમો થાય તેવો ચીટલો ભરતા કહ્યું કે ખાતો નથી ને ખાવા દેતો નથી ત્યારે શાહના શાહજાદા અને સીએમના શેરબજારના સોદા ઘણું બધું કહી જાય છે પરંતુ એક વાત નક્કી છે કે આવનારા દિવસોમાં સેબીની નોટીસ સીઅમની ખુરશીમાં શુળ ભોંકશે