યુટ્યુબ કમાણી કરવાની સૌથી સારી રીત બનતી જઈ રહી છે. આ પ્લેટફોર્મ પર ફક્ત સેલિબ્રિટી શેફ જ કરોડો નથી કમાતા પરંતુ શિખાઉ ભોજન બનાવનાર પણ દર્શકોનું ધ્યાન ખેચી લે છે. કિચનમાં અલગ અલગ પ્રયોગ કરીને આ લોકો દર્શકોને પોતાની તરફ વધુ આકર્ષિત કરી રહ્યા છે. એવા જ એક સફળ યુટ્યુબર્સમાંથી એક છે હોટ અને સેક્સી રૂબી ડે. ચોંકાવનારી વાત તો એ છે કે રૂબી કપડા પહેર્યા વગર જમવાનું બનાવે છે. આજ કારણ છે કે લોકો તેની પાસે ભોજન શિખવા ઉપરાંત તેને જોવાનું પણ પસંદ કરે છે. તેની ચેનલ પર 4,64,000થી વધુ સબ્સક્રાઈબર અને 99 મિલિયન એટલે કે 9 કરોડ 90 લાખથી વધુ વ્યુઝ છે. ટેક્સાસની આ મહિલાએ પોતાના માટે એક ડેડિકેટેડ ફેનબેસ તૈયાર કર્યા છે.
હાલમાં જ પોતાના અપલોડ કરેલા વીડિયોમાં તે ‘પમ્પકિન મફિન્સ’ બનાવતા જોવા મળી રહી હતી. પરંતુ આ મહિલાએ પોતાના ભોજન બનાવવાના આ વીડિયોઝમાં મોટાભાગે ફક્ત એપ્રોન જ પહેર્યું છે. ઘણા લોકો તેની સેક્સ અપીલના કારણે તેના વીડિયોઝની તરફ આકર્ષિત થાય છે. આ વાત તેના વીડિયોઝ પર આવેલા કમેન્ટ્સ દ્વારા જાણવા મળે છે. પરંતુ યુટ્યુબની સનસની રૂબી કહે છે કે આમ કરવાનો તેનો આશય ન હતો. તે ધ્યાન આપે છે કે કોમેડી અને જાણકારી વાળા વીડિયોઝ તે બનાવે. તેણે જણાવ્યું કે લોકોને ભોજન બનાવવા માટે આ સારી પ્રેરણા છે તે સમયે એવું પણ થયું છે જ્યારે રૂબીની ચેનલને સેક્સુઅલ વીડિયો માનતા યુટ્યુબે તેની ચેનલને ડીમોનેટાઈઝ કરી નાખી. ત્યાર બાદ તેણે પોતાના વીડિયોઝ પેટ્રિયોન પેજ પર પોસ્ટ કરીને પૈસા કમાવવાનું શરૂ કરી દીધું.