ઓસ્ટ્રેલિયાના ફેમસ ઘેટાંનું 22 ઓકટોબરે મૃત્યુ થયું છે. વર્ષ 2015માં તેણે સૌથી વધારે ઊન આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે સમયે તેના શરીર પરથી 40.1 કિલોગ્રામ ઊન કાઢવામાં આવ્યું હતું. આ ઘેટાનું નામ ક્રિસ હતું.
ક્રિસનું ધ્યાન રાખનારી કંપની સાઉથ વેલ્સ ફર્મે જણાવ્યું કે, મરિનો પ્રજાતિના ઘેટાંની એવરેજ ઉંમર 10 વર્ષની હોય છે. ક્રિસની ઉંમર પણ તેટલી જ હતી.
આશરે 4 વર્ષ પહેલાં ક્રિસને કેનબેરા શહેરથી રેસ્કયૂ કરવામાં આવ્યો હતો. તે સમયે તેના શરીર પર વાળનું વજન જોઈને વિશષજ્ઞોએ તેને ખતરનાક કહ્યું હતું. ક્રિસના શરીર પર સામાન્ય શીપ કરતાં 5 ગણો વધારે ઊનનો જથ્થો હતો.જંગલમાં રખડવાને કારણે વર્ષ 2015 પહેલાં તેનું ઊન કોઈએ કાઢ્યું નહોતું. જ્યારે તેના વધી ગયેલા વાળને કાપવામાં આવ્યા હતા, ત્યારે તેણે સૌથી વધારે ઊન આપ્યાનો રેકોર્ડ બનાવ્યો હતો.