યુએસ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં શનિવારે એક શોપિંગ મોલમાં ગોળીબાર થયો હતો. કોલંબિયા પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબારમાં 10 લોકો ઘાયલ થયા છે. 8 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 2ની હાલત ગંભીર છે.
પોલીસે આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે. ત્રણેય પાસેથી બંદૂકો મળી આવી હતી, પરંતુ તેમાંથી માત્ર એક જ ગોળી ચલાવી હતી. ગોળીબાર કરનાર વ્યક્તિની ઓળખ મેળવવામાં આવી રહી છે. શોપિંગ સેન્ટર ખાલી કરાવવામાં આવ્યું છે.