સુરત શહેરમાં કોરોનાવાયરસ થાય એક બાદ એક પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે ગતરોજ સમી સાંજે વધુ એક કરુણા નો કેસ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે સુરતમાં કોરોના ના કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા બાવીસ પર પોહચી છે.જો કે આ વખતે સામે આવેલ પોઝીટીવ દર્દીના કેસમાં કોરોના ના લક્ષણો દેખાયા નથી.તેમ છતાં કેસ પોઝીટીવ આવતા ગુજરાતમાં એકમાત્ર આ કેસ નોંધાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ સાથે જ માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના તાત્કાલિક ટેસ્ટિંગ કરવા માટે રેપીડ કીટ પાલિકા દ્વારા ખરીદવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.રેપીડ કીટ દ્વારા માસ ક્વોરોન્ટાઇન કરાયેલા લોકોના લેબ ટેસ્ટ કરવામાં ખૂબ જ સરળતા મળી રહેશે… અધિકારી ડો.પ્રદીપ ઉમરીગરે જણાવ્યું છે કે સામે આવેલ કેસ ને જોતા લોકોએ સાવચેતી અને તકેદારી રાખવાની જરૂરું છે.ખાંસી,શરદી, અને તાવ ના સિમતન્સ જણાય તો તાત્કાલિક નજીકના હેલ્થ સેન્ટર પર બતાવવું ફરજીયાત છે.જેથી કોમ્યુનિટી લોકલ ટ્રાન્સમિશન કેસ ને વધતા અટકાવી શકાય.