ભાજપના નેતાઓને માસ્ક વગર ફરવું અને મેળવડા કરવા ભારે પડી રહ્યા છે. બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ સંક્મિત થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પર સંક્મિત થયા છે. ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી ગતરોજ સીએમના કાર્યક્રમમાં તેઓની સાથે માસ્ક વગર જ સ્ટેજ પર જોવા મળ્યા હતાં.
સુરતમાં કોરોનાએ ફરી એક વખત રફતાર પકડી છે. સુરતમાં હવે 15 થી વધુ કેસો દરરોજ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહી બે કેસ ઓમિક્રોનના પણ સામે આવી ચૂક્યા છે. પરંતુ તેમ છતાં નેતાઓને જાણે કોઈ જ ડર ન હોય તેમ માસ્ક વગર અને જાહેરમાં મેળવડા કરી રહ્યા હતાં. જે હવે નેતાઓને ભારે પણ પડી રહ્યા છે. સુરતમાં માત્ર બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ પોઝિટિવ થયા છે. સુરતમાં બે દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પોઝીટીવ થયાં હતાં. તેઓએ માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી અને ધારાસભ્ય સાથે માસ્ક વગર જ નજરે ચડ્યા હતાં. તેઓનો રીપોર્ટ પોઝિટિવ આવતા આઈસોલેટ થયા છે.
જયારે આજે વધુ બે નેતાઓનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં ભાજપ મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પણ કોરોના પોઝિટિવ થયા છે. તેઓ હાલ આઈસોલેટ થયા છે. બે દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ પોઝિટિવ આવતા તંત્ર પણ દોડતું થયું છે.
સંક્મિત થનાર દિનેશ જોધાણી સુરતના ડેપ્યુટી મેયર છે. ગતરોજ જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતના મહેમાન બન્યાં હતાં. અને તેઓની સાથે ડેપ્યુટી મેયર માસ્ક વગર જ સ્ટેજ પર નજર આવ્યા હતાં. આ ઉપરાંત ગત રોજ સીએમના કાર્યક્રમમાં જ લોકોને માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સની સલાહ આપતા નેતાઓ નિયમ ભૂલ્યા હતાં. જાહેરમાં નેતાઓ માસ્ક વગર ફરતા નજરે પડ્યા હતાં. ત્યારે ભાજપના જ નેતાઓને હવે જાહેરમાં મેળાવડા કરવા ભારે પડી રહ્યાં છે.