જો તમે ફિટ રહેવા માગતા હોવ તો દરરોજ કરો સ્વિમિંગ જેમ આપણે સૌ જણીએ જ છીએ કે સ્વિમિંગ એક ઉત્તમ કસરત પણ છે અને સુડોળ શરીર મેળવવા માટે તેમજ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો ઉપાય પણ છે. શરીર પર જમા થયેલી વધારાની ચરબીને દૂર કરવા માટે પણ સ્વિમિંગ એક ઉત્તમ ઉપચાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે અડધા કલાક સુધી ધીરે-ધીરે સ્વિમિંગ કરવાથી પણ 200 કેલરી બર્ન થાય છે.
કોઈપણ કાર્ડિયો એક્સરસાઈઝ કરતા વધારે સ્વિમિંગ તમારા શરીરના દરેક દરેક માંસપેશી માટે કસરતનું કામ કરે છે. સ્વિમિંગમાં તમારા પગ, શરીરનો ઉપરનો ભાગ,કમરનો ભાગ, ટ્રાઈસેપ્સ અને તમારા અપર આર્મ્સની બેકસાઈડ વગેરે એન્ગેજ હોય છે. તેથી જ સ્વિમિંગ એ એક ફૂલ બોડી વર્કઆઉટ છે તેવું મનાય છે.
જો તમે રેગ્યુલર સ્વિમ કરો તો બાયોલોજીકલી તમે તમારી ઉંમર કરતા 20 વર્ષ યુવાન રહો છો. આ ઈન્ડિયાના યુનિવર્સિટીની એક રિસર્ચમાં સામે આવ્યું છે. યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલીનાના સંશોધકોનું માનવું છે કે સ્વિમિંગ કરવાથી મૃત્યુ થવાની શક્યતા અડધી થઈ જાય છે. આ સંશોધનમાં સામે આવ્યું હતું કે જે લોકો સ્વિમિંગ કરે છે તેમનો મૃત્યુદર રનર્સ કરતા 50 ટકા ઓછો હોય છે.
જ્યારે તમે સ્વિમિંગ કરો છો ત્યારે તમારું મોઢું પાણીમાં હોય છે જે સમયે ઓક્સિજન તમારા શરીરમાં ઓછા પ્રમાણમાં હોય છે તેથી જ તમારું શરીર ઓક્સિજનને વધારે કાર્યક્ષમપણે ઉપયોગ કરવા માટે વિવશ બને છે. જેટલીવાર તમે તમારું માથું પાણીની બહાર લાવો છો, તમે ધીરે-ધીરે હવામાંથી વધારે ઓક્સિજન મેળવવાની અને વધારે કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢવાની કળા શીખી જાવ છો. તેનાથી તમારા ફેફસાંની કાર્યક્ષમતા વધે છે.
સ્વિમિંગએ ફૂલ બોડી એરોબિક વર્કઆઉટ છે. સ્વિમિંગને કારણે તમારા શરીરનું આખું તરલ નીકળી જાય છે. તેથી જ રાત્રે સારી ઊંઘ આવે છે. આવા લોકોને ઈન્સોમ્નિયા કે વારંવાર ઊંઘ તૂટી જવાની સમસ્યા થતી નથી.
જે લોકોને સાંધાના દુ:ખાવાની સમસ્યા છે તેમના માટે સ્વિમિંગ એક સારી એક્સરસાઈઝ સાબિત થાય છે. કોઈ ઈજા થયેલી વ્યક્તિને જલ્દી રિકવરી મેળવવા માટે પણ આ એક ઉત્તમ ઉપાય છે.