ટાટાએ તેની પોપ્યુલર કોમ્પેક્ટ SUV Nexonનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ 5 વર્ષ પહેલા નેક્સોન લોન્ચ કર્યું હતું અને તેનું પ્રોડક્શન હવે ચાર લાખ યુનિટને પાર કરી ગયું છે. આ પ્રસંગે કંપનીએ એક નવું વેરિઅન્ટ રજૂ કર્યું છે, જેનું નામ Tata Nexon XZ+ (L) છે. આ વેરિઅન્ટમાં તમને Nexonની એ જ જૂની ડિઝાઇન જોવા મળશે.
કંપની દ્વારા કરવામાં આવેલ તમામ વધારાઓ ઈન્ટિરિયરને લગતા છે. કારનું XZ+(L) વેરિઅન્ટ મિડ-સેગમેન્ટનું છે. જે XZ+(O) અને XZ+(P) વચ્ચે આવે છે. તેમાં વાયરલેસ ચાર્જિંગ, એર પ્યુરિફાયર અને વેન્ટિલેટેડ સીટ જેવા ફિચર્સ છે. તમે તેને પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારના એન્જિનમાં ખરીદી શકો છો.
Tata Nexon XZ+ (L) કિંમત
કાર મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ બંને ઓપ્શન સાથે મળે છે. કિંમતની વાત કરીએ તો કારની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 11.38 લાખ રૂપિયા છે. ટાટાની આ કાર કોમ્પેક્ટ એસયુવી માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. કંપની સતત નવા સીમાચિહ્નો સ્થાપી રહી છે.
કઈ કાર્સ સાથે કોમ્પિટિશન કરી રહી છે
નેક્સનની બજાર કોમ્પિટિશન વિશે વાત કરીએ તો તે બજારના સૌથી સ્પર્ધાત્મક સેગમેન્ટનો એક ભાગ છે. તે Kia Sonet, Hyundai Venue, Mahindra XUV300 અને તાજેતરમાં લૉન્ચ થયેલી Maruti Suzuki Brezza સાથે સીધી કોમ્પિટિશન કરે છે. કંપની 22 સપ્ટેમ્બરે ટાટા પંચની નવી એડિશન લોન્ચ કરી રહી છે. તે જ સમયે Tata Tiagoનું ઇલેક્ટ્રિક વર્ઝન 28 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહ્યું છે.
ટાટા નેક્સનની સફર કેવી રહી?
Tata Nexon નાણાકીય વર્ષ 2022 માં ભારતની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ SUV રહી છે. તેના લોન્ચિંગના માત્ર 10 મહિનામાં જ કંપનીએ તેના 1 લાખ યુનિટનું પ્રોડક્શન કર્યું હતું. તે જ સમયે, કારનું પ્રોડક્શન આગામી 11 મહિનામાં 2 લાખ યુનિટને પાર કરી ગયું.
લોન્ચના 29 મહિનામાં કારનું પ્રોડક્શન 3 લાખને પાર કરી ગયું છે અને 5 વર્ષ પૂરા થવા પર કંપનીએ 4 લાખ યુનિટનું પ્રોડક્શન કર્યું છે. કારને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.