કર્ણાટક વિધાનસભાની 224માંથી 222 સીટ પર પરિણામ આજે જાહેર થશે. મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી વલણમાં ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ બીજા નંબરે તો જેડીએસ ત્રીજા નંબરે છે. કર્ણાટકમાં કોની બનશે સરકાર તેનો અંદાજ તો લગભગ બપોર સુધીમાં આવી જશે. ભાજપ માટે આ ચૂંટણી દક્ષિણમાં ફરી એકવખત પોતાની નવી શરૂઆત કરવા માટે મહત્વની છે તો કોંગ્રેસ માટે તેના અસ્તિત્વની લડાઈ. કર્ણાટકને છોડીને કોંગ્રેસની સરકાર પંજાબ, મિઝોરમ અને પુડ્ડુચેરીમાં બચી છે. તો ભાજપ 31 રાજ્યોમાંથી 20માં સત્તા પર છે. કર્ણાટક રાજ્યની સ્થાપનાના 46 વર્ષ બાદ આ વર્ષે સૌથી વધુ 72.13% મતદાન થયું હતું. અત્યાર સુધીમાંં બીજેપી 22 સીટ, કોંગ્રેસ 13 સીટ, જેડીયૂ 3, અન્ય 1 સીટ પર આગળ, બીજેપી 10 સીટ, કોંગ્રેસ 5 સીટ, જેડીયૂ 1, અન્ય 1 સીટ પર આગળ,બીજેપી 58 સીટ, કોંગ્રેસ 27 સીટ, જેડીયૂ 24, અન્ય 3 સીટ પર આગળ, બીજેપી 85 સીટ, કોંગ્રેસ 47 સીટ, જેડીયૂ 35, અન્ય 2 સીટ પર આગળ, બીજેપી 95 સીટ, કોંગ્રેસ 46 સીટ, જેડીયૂ 37, અન્ય 3 સીટ પર આગળ,બીજેપી 101 સીટ, કોંગ્રેસ 46 સીટ, જેડીયૂ 38, અન્ય 3 સીટ પર આગળ
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.