ડોનાલ્ડ ટ્રંપની સરકાર એક તેવા પ્રસ્તાવ પર કામ કરી રહી છે. જેના કારણે અમેરિકામાં H-1B વીઝા પર રહી ગ્રીન કાર્ડની રાહ જોતા વિદેશી ઉચ્ચ શ્રેણીના સારા નોકરીયાત વર્ગને મોટો ઝટકો લાગી શકે છે. જેનાથી ભારતીય નોકરીયાત લોકો જે અમેરિકાની કંપનીઓ માટે કામ કરી રહ્યા છે તેમની મુશ્કેલી વધી શકે છે. આ પ્રસ્તાવ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીમાં ઇન્ટરનલ મેમો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સ્થાનીય અમેરિકી નાગરિકોને નોકરી આપવાની નીતિ બાય અમેરિકન હાયર અમેરિકન પર આગળ વધશે તો લગભગ 5 લાખથી વધુ ભારતીય H-1B વીઝા ગ્રાહકોને ઘરે પાછા આવવાનો વખત આવશે.
સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીની સંસ્થા નેસ્કૉમ વીઝા સંબંધી મુદ્દાઓ પર અમેરિકાની સંસદ અને સરકાર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે અને આગામી અમુક અઠવાડિયામાં પ્રસ્તાવિત કાયદા પર વાતચીત પણ થઈ શકે છે.અમેરિકા આ પગલું તેના Protect and Grow American Jobs બિલના ભાગરૂપે લેવામાં આવ્યો છે. આ બિલમાં H-1B વીઝાના દુરૂપયોગને રોકવા માટે નવા પ્રસ્તાવ મુકવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે H1B વીઝા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કડક વલણને જોતા મોટી સંખ્યામાં અમેરિકા સ્થિત ભારતીયો કેનડા તરફ વળી રહ્યા છે. ત્યાંના વીઝા નિયમો સરળ હોવાના કારણે નોકરી માટે હવે અનેક આઇટી પ્રોફેશન્સ કેનાડાની કંપનીઓમાં જોબ માટે એપ્લાય કરી રહ્યા છે. આ કારણે કેનાડામાં હવે નવું ફાસ્ટ ટ્રેક વીઝા પ્રોગામને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તે લોકો હાઇ સ્કિલ્ડ વર્કર્સને 2 અઠવાડિયામાં જ વીઝા આપવા તૈયાર છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.