126 વર્ષની ઉંમર ધરાવતા અજીબા હજુ પણ ખડેઘડે છે. તેમણે પોતાની આટલી ઉંમરમાં ક્યારે પણ દવાખાનું નથી જોયુ. રાજકોટના ઉપલેટામાં રહેતા અજીબેન સીદાભાઇ ચંદ્રવાડિયાની ઉંમર 126 વર્ષ છે. તેઓ દેશ અને દુનિયાની સૌથી વયોવૃદ્ધ મતદાર છે. અજીબેનને બૂથ સુધી લઇ જવા માટે કલેક્ટર તંત્ર દ્રારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યા છે. અજીબેનના ચૂંટણી કાર્ડમાં 1-1-2007ના રોજ તેમની ઉંમર 116 વર્ષ દર્શાવાઇ છે.
ઉપલેટામાં રહેતા અજીમાને મતદાન વિશે કહેવામાં આવ્યુ ત્યારે અજીમાએ કહ્યુ કે બાપલિયા મતદાન તો કરવું જ પડે ને સવાસો વર્ષની આયુ હોવા છતા તે ફટાફટ વાતો કરે છે. અને અજીમાં આજે પણ પરિવામાં ઘરનું કામ કરે છે.