કુદરત માણસને હેરાન કરવા માટેનો એક પણ મોકો છોડવા માગતુ નથી. ઓછા વરસાદ બાદ દેખાતા ઈંદ્રઘનુષમાં દેખાતા 7 રંગો આપણને મંત્રમુગ્ધ કરી દે છે. ક્યારેક ક્યારેક સૂર્ય અને ચંદ્ર્ની એવી નયનરમ્ય પ્રકૃતિ આપણને શાયર બનવા મજબૂર કરે છે. આજે અમે પણ આપને કુદરતી આવી જ એક અનોખી રચના વિશે જણાવા જઈ રહ્યા છીએ.
5 રંગવાળી ખૂબસુરત નદી
મોટા ભાગે નદીના પાણીનો રંગ વાદળી અથવા તો સફેદ હોય છે. જ્યારે તેના પર સૂર્યના કિરણો પડે છે, ત્યારે તેનો નજારો કંઈક અલગ જ હોય છે. આજૂબાજૂમાં ગાઢ અંધારૂ હોય અથવા તો પાણી ગંદૂ હોય ત્યારે તેનો રંગ કાળો દેખાય છે. જો કે, દક્ષિણ આફ્રિકાના મહાદ્વીપ કોલંબિયામાં આવી જ એક નદી છે. જેના પાણીમાં પાંચ રંગ જોવા મળે છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ નદીનું નામ ક્રિસ્તાલેસ જે, જે એક સ્પેનિશ શબ્દ છે. અંગ્રેજીમાં તેનો અર્થ થાય છે ક્રિસ્ટલ ચેનલ.
થોડા સમય માટે બદલે છે રંગ
આ નદીના પાણીનો રંગ આમ તો મોટા ભાગે બાકીની નદીઓ જેવો હોય છે. જો કે, વર્ષમાં થોડા સમય માટે આ નદી પોતાનો રંગ બદલી નાખે છે. આ સમયે નદીને જોવી એક જન્નત સમાન લાગે છે. એવુ લાગે છે કે, જાણે ઈન્દ્રઘનુષ નદીમાં ઉતરી આવ્યુ છે અથવા તો કોઈ ચિત્રકારે પાણીમાં અદભૂત રંગો પૂર્યા હોય તેવો નજારો જોવા મળે છે.
રંગ બદલવા પાછળ આ છે કારણ
આપને જણાવી દઈએ કે, આ વિસ્તારમાં સૂકા અને ભીના પ્રદેશમાં નદીમાં અમુક વાતાવરણમાં પાણીની નીચે રહેલા અનોખો છોડ કે જેનુ નામ છે મેકેરિના ક્લેવિગેરા (Macarina Clavigera) એક દમ ઘાટા લાલ રંગમાં બદલાઈ જાય છે. ત્યાર બાદ તેમાં બાકીના રંગો પણ આકાર લેતા થાય છે. જે બાદ આ છોડ પીળો, લીલો, વાદળી, નારંગી રંગમાં બદલાય જાય છે. આ પાંચ રંગથી બનતી નદી બાદમાં અનેક રંગોમાં પરિવર્તિત થાય છે. સાથે જ સૂર્યના કિરણોથી પાણીના રંગમાં પણ અદભૂત નજારો જોવા મળે છે. નદીનો આ નયનરમ્ય નજારો હકીકતમાં આ છોડનો છે, જેના કારણે નદીનું પાણી આટલુ રમણીય લાગે છે. આવુ સપ્ટેમ્બર અથવા નવેમ્બરમાં જોવા મળે છે.