વિશ્વનાં કોઈપણ દેશની આર્થિક વ્યવસ્થાને સારી સ્થિતિમાં રાખવા માટે ટેક્સનું મહત્વનું યોગદાન રહે છે. કારણેકે સરકારને આપવામાં આવેલા ટેક્સથી અર્થતંત્ર સુયોજીત રહે છે, સાથે સાથે ટેક્સ જ દેશને આર્થિક રીતે એક પ્રકારની મજબૂત અને સારી અર્થવ્યવસ્થાને સંમતોલ રાખવા માટે ખાસ જરૂરી બને છે. ત્યારે દેશનું બજેટ ગઈકાલનાં રોજ નાણામંત્રી નિર્મલા સિતારમણનાં હસ્તે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે વિશ્વનાં ઘણા એવા દેશો આવેલા છે જ્યાં વિચિત્ર અને અનોખો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. તે જાણીને તમને અચરજની સાથે હસવું પણ આવશે. ટેટૂઝ આજે એક ફેશન તરીકે ખૂબ જ લોકપ્રિય છે. વિશ્વમાં ઘણા લોકો પોતાના શરીરનાં જુદા જુદા ભાગો પર ટેટૂઝ બનાવે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ અમેરિકાના ઓર્કનાસ્ત્ર રાજ્યમાં ટેટૂ બનાવે છે, તો તેને તે માટે 6 ટકા ટેક્સ ભરવો પડે છે.
શું તમે તમારા પડછાયાથી પીછો છોડાવી શકો છો તો ના, ત્યારે તમને સૂર્યપ્રકાશનાં તડકા પર પડછાયાની વાત સાંભળ્યા પછી થોડું વિચિત્ર લાગતું હશે. પરંતુ ઇટાલીના વેનેટો શહેરમાં કોનેગ્લિયનોમાં એક સ્થાન છે. અહીં, જો કોઈ હોટલ, રેસ્ટોરન્ટ અથવા કોઈપણ દુકાન પરના બોર્ડનો પડછાયો શહેરની કોઈ લગી પર પડે તો આ લોકોને 100 ડોલરનો ટેક્સ ભરવો પડે છે. ચીનમાં લોકો ચોપસ્ટિક્સથી ખાવાનું પસંદ કરે છે, જેના કારણે દર વર્ષે ચીનમાં લગભગ ડિસ્પોઝેબલ ચોપસ્ટિકનાં લગભગ 45 અબજ જોડીનું નિર્માણ કરવામાં આવે છે. જેનાં કારણે દર વર્ષે 2.5 કરોડ વૃક્ષોનું નિંકદન નિકળે છે. કાપવામાં આવતા વૃક્ષોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, ચીની સરકારે 2006 માં લાકડાની ડિસ્પોઝેબલ ચોપ સ્ટિક પર 5 ટકા ટેક્સ લાદ્યો છે. સ્પેનનાં બૈલરિક દ્ધીપસમૂહમાં સૂરજનાં સૂર્યકિરણો એટલેકે તડકા પર ટેક્સ લાદ્યો છે. જાપાનમાં મોટાબો કાયદો છે. જેનાં કારણે 40 વર્ષથી લઈને 75 વર્ષનાં લોકોની કમરને દર વર્ષે માપવામાં આવે છે. જો પુરુષની કમરની લંબાઈ 85 સેન્ટિમિટરથી વધારે છે તો તેમને ટેક્સ ચૂકવવો પડે છે. તો કોઈ મહિલાની કમર 90સેન્ટિમીટરથી વધારે હોયતો તો મહિલાએ ટેક્સ આપવો પડે છે.