આમ તો હિંદુ ધર્મમા આપણે મહિલાઓને ઘણુ મહત્વનુ સ્થાન આપ્યું છે. તમને બધાને ખબર જ હશે કે આપણા હિંદુ ધર્મમા આપને સ્ત્રીને એક દેવીનુ સ્થાન આપવામા આવ્યુ છે. દરેક શાસ્ત્રોમાં સ્ત્રીનુ સન્માન કરવાની વાત પણ જણાવવામાં આવી છે. જેથી કહેવામા આવે છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી સ્ત્રીનુ સન્માન કરે છે તેમને તેમના જીવનમાં તમામ સુખ મળી જાય છે. તેની સાથે જ મહિલાઓના શરીરના એક અંગને સ્પર્શ કરવાથી આપણા જીવનમાં ઘણા સુખોની પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે જાણીશું કે મહિલાઓના કયા અંગને અડવાથી જીવનમાં શું લાભ થતા હોય છે.
આ દુનિયામાં એક સ્ત્રી જ છે કે જે તમને વિકટમા વિકટ પરિસ્થિતિથી પણ ડરતી નથી અને તે પોતાના બાળકને એક સારા સંસ્કાર આપે છે અને તેની સાથે સાથે તે કુટુબના વંશને પણ આગળ વધારે છે. પરંતુ શુ તમને એ ખબર છે કે મહિલાઓના પગમા એક મોટુ રહસ્ય છુપાયેલુ હોય છે. માત્ર તેને સ્પર્શ કરવાથી તમને ભવોભવનું પુણ્ય મળે છે.
એવું કહેવામા આવે છે કે મહિલાના ચરણને સવાર સાંજ સ્પર્શ માત્રથી તમારા તમામ જન્મોના ખરાબ કરેલા કર્મો નાશ પામે છે. આ સિવાય મહિલાના ચરણ સ્પર્શ કરવાથી તમામ વ્યક્તિને મોટામાં મોટી સફળતા સરળતાથી મળી જાય છે. એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓના ચરણ સ્પર્શથી દેવી દેવતાઓ ખુશ થાય છે અને તેઓ તમને આશીર્વાદ આપે છે અને જેનાથી તમારા જીવનની નિરાશાનો પણ અંત થાય છે અને તમને જીવનમાં સકારાત્મક ઉર્જા ઉત્પન થઇ જાય છે.
મહિલાઓના બન્ને પગને સ્પર્શ માત્રથી પુરુષની પ્રગતિ થાય છે. પુરુષની પ્રગતિમાં ભલે પછી તે નોકરી, ધંધો કે કોઇ પણ ક્ષેત્રે કેમ ના હોય. જો તમે સ્ત્રીની ઈજ્જત કરી તેના પગ સ્પર્શ કરશો તો તમને ક્યારેય કોઇ તકલીફ નહીં આવે. એટલે જ સ્ત્રીને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવ્યું છે.
આમ તો સ્ત્રીનુ સમ્માન કરવુ એ આપણા દરેકની ફરજ છે. જે ઘરમા સ્ત્રીનુ અપમાન થતુ હોય ત્યાં ભગવાન ક્યારેય વાસ કરતો નથી. સ્ત્રીનુ અપમાન કરવુ એ આમ તો ઘણુ મોટુ પાપ છે. તો દરેક સ્ત્રીને આપણે સમ્માનની દ્રષ્ટીએ જોવી જોઈએ.