ખગોળની દ્રષ્ટિએ આ દિવસ બહુ જ ખાસ છે, જેને તમે પણ અનુભવી શકશો. 21 ડિસેમ્બર વર્ષનો સૌથી ટૂંકો દિવસ કહેવાય છે. 21 ડિસેમ્બર સૌથી લાંબા દિવસ કરતા 2 કલાક, 35 મિનિટ નાનો દિવસ હોય છે. દર 6 માસે સૂ્ર્ય 23.5 ઉત્તર અને 23.5 અંશ દક્ષિણે પહોંચીને પરત ફરે છે. તા. 21મી ડિસેમ્બરે સૂર્યની ગતિને કારણે સૌથી લાંબી રાત્રી અને દિવસ ટૂંકો દિવસ અનુભવાશે. બંન્ને બિંદુને કર્કવૃત્ત અને મકરવૃત્ત કહેવાય છે. સૂર્ય બિંદુ પર આવે ત્યારે સૌથી લાંબો દિવસ રહે છે.વર્ષમાં એક વખત આવી ઘટના ઘટે છે. આ એક પ્રકારની ખગોળીય ઘટના છે. 21મી ડિસેમ્બરે સૂર્ય 23.5 અંશ દક્ષિણના બિંદુ પર હશે. ભારત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં હોવાથી સૂર્ય અત્યંત દુર હશે, તેના કારણે ભારતમાં સૌથી લાંબી રાત્રી અને સૌથી ટૂંકો દિવસ રહેશે અને સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરશે. નાગરિકોને દિવસ અને રાત્રમાં લાંબા, ટૂંકા હોવાનો ફેરફાર જોવા મળશે. 21મીએ મકરવૃત પર સૂર્યનો છેલ્લો દિવસ છે, જે ધીરે-ધીરે કર્ક તરફ જશે. જેમીનીડસ ઊલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં નિહાળી શકશો, અાજથી અાઠ દિવસ સુધી અાકાશમાં ઊલ્કા વર્ષાનો અવકાશી નજારો જોવા મળશે.આજે આકાશ દર્શન માટે ઉત્તમ દિવસ છે. લાંબી રાત, આકાશ ચોખ્ખું રહેવાથી બ્રહ્માંડ દર્શન આજે બહુ સારી રીતે કરી શકાશે. તેમજ રાત્રિ દરમિયાન ઉલ્કાવર્ષાનો પણ નજારો જોવા મળશે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.