વલસાડ માં લોકડાઉન ના જાહેરનામા નો કડક અમલ શરૂ થયો હતો અને પોલીસે નિયમો તોડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી હતી.
ગુજરાત સરકાર ના નવા પરિપત્ર પ્રમાણે બાઈક ઉપર માત્ર એકજ વ્યક્તિ ની સવારી નહિ અને કાર માં બે થી ત્રણ વ્યક્તિ જ બેસી શકે તેમજ શાકભાજી ની લારી વાળા ઓ ગમે ત્યાં નહિ ઊભી રાખી શકે નહીં અને ફક્ત નગરપાલિકા દ્વારા ફાળવેલી જગ્યા પર જ વેપાર કરી શકે વગેરે નિયમો નું વલસાડ માં સવાર થીજ અમલ કરાવવા નું શરૂ થયું હતું. જોકે કોરોના ની મહામારી સામે જંગ જીતવા માટે લોકો ને પોલીસ અને પ્રશાશન દ્વારા વારંવાર વિનંતી અને અપીલ કરવામાં આવી હોવા છતાં લોકો જાતજાતના બહાના બનાવી બહાર નીકળી રહ્યા છે પરંતુ પોલિસે હવે કડક બની નિયમો નું પાલન કરાવાનું શરૂ કર્યું છે.