વિઝયુલ લિંક ડાઉનલોડ કરવા માટે અહીં કરો ક્લિક
https://we.tl/t-4eJT2SPWgr
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
સુરતના એક યુવકે બિહારના મુખ્યમંત્રીને ફોન કરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પટના પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ધમકી આપનાર સુરતનો હોવાનું બહાર આવ્યું હતું. પટના પોલીસે સુરત પહોંચી સુરત પોલીસને જાણ કરતા પોલીસે હ્યુમન સોર્સીસથી ડાયમંડનગર ખાતેથી ધમકી આપનાર ઈસમને ઝડપી પાડ્યો હતો.
સુરતના એક યુવાનને એવું સુજ્યું કે સીધું જ તેમણે બિહારના મુખ્યમંત્રીને ફોન કરી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલીક બિહારની પટના પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, સુરતમાંથી આ ફોન કોલ આવ્યો છે. ત્યારબાદ પટના પોલીસે સુરત પહોંચી સુરત પોલીસને સંપૂર્ણ ઘટના સમજાવી જેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ધમકી આપનાર ઈસમને શોધવા જોડાઈ હતી.
તે દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના હ્યુમન સોર્સીસથી જાણવા મળ્યું હતું કે, ધમકી આપનાર ઈસમ સુરતના લસકાણા સ્થિત ડાયમંડ નગરમાં રહે છે. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી તેની ધરપકડ કરી હતી. ધમકી આપનારનું નામ અંકિત મિશ્રા હોવાનું સામે આવ્યું હતું અને તે સુરતમાં છેલ્લા 6 વર્ષથી રહે છે.
પટના પોલીસને સોંપવામાં આવ્યો ઈસમને
આ ઈસમ લુમ્સના મશીનમાં નોકરી કરે છે. ઈસમ દ્વારા ઓનલાઇન નેટવર્કની મદદથી સૌ પ્રથમ તો બિહારના મુખ્ય મંત્રીનો નમ્બર શોધવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોન કરી ધમકી આપી હતી.જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અંકિત મિશ્રાની ધરપકડ કરી પટના પોલીસને સોંપ્યો હતો. શા માટે ધમકી આપી તેમજ આવી રીતે કોને કોને ફોન કરી ધમકી આપી, એ દિશામાં વધુ તપાસ પટના પોલીસ દ્વારા કરવામાં આવશે
બાઈટ –
લલિત વાગડીયા ,પી.આઈ. ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર