નવી દિલ્હી : દેશની અગ્રણી વિમાન કંપની વિસ્તારાને એરબસની હેમ્બર્ગ ફેક્ટરીમાંથી પ્રથમ એ 321 નિયો વિમાનની ડિલિવરી મળી છે. વિસ્તારાએ 24 જુલાઈ, શુક્રવારે આ માહિતી આપી હતી.
વિસ્તારા મુજબ, એ 321 નીયો એક નાના કદનું વિમાન છે. તેનો ઉપયોગ સાત કલાક સુધીની ટૂંકી અને મધ્યમ અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે થઈ શકે છે. વિસ્તારાએ જણાવ્યું કે, ત્રણ કેટેગરીના કેબીનવાળા આ વિમાનમાં 188 સીટ છે. આ વિમાનમાં 12 બિઝનેસ ક્લાસ, 24 પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ અને 152 ઇકોનોમી ક્લાસ સીટ હશે. કંપનીએ કહ્યું કે, એ 321 નીયોનો ઇકોનોમી ક્લાસ સામાન્ય ઇકોનોમી ક્લાસ કરતા ઘણા સારા હશે. પ્રવાસ દરમિયાન આરામદાયક સર્વિસ માટે ઘણી વિશેષ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે.