રાજનીતિનીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ખુબ મહત્વ ધરાવે છે, પ્રથમ ચરણની 89 બેઠકો પર VVPAT થઈ રહ્યું છે મતદાન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં લગભગ 2.12 કરોડ લોકો મતદાન કરે છે. અહીં મુખ્ય મુકાબલો સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે આજે યોજાનાર મતદાનમાં પ્રતિષ્ઠિત ઉમેદવારોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (રાજકોટ-પશ્ચિમ), કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ (માંડવી), પરેશ ધાનાણી (અમરેલી)ના ભાવીનો નિર્ણય થશે.
આ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાની લડાઇ માનવામાં આવી રહી છે, જ્યારે ટૂંક સમયમાં કોંગ્રેસમા અધ્યક્ષ બનવા જઈ રહેલ રાહુલ ગાંધીમાટે આ ચૂંટણી નેતૃત્વની પરીક્ષા છે.
અયોધ્યામાં રામમંદિરનો મુદો અને રાહુલનું કોંગ્રેસ અધ્યક્ષ બનવાની તૈયારી તેમજ અા વખતનું રાહુલનું મંદિરોમાં દર્શન કરવું ચૂંટણી પર ચોક્કસ અસર કરશે. મતદાન સવારે 8 વાગ્યે શરૂ થયું હતું જે સાંજે પાંચ વાગ્યે પુર્ણ થશે. શાંતિપૂર્ણ મતદાન માટે અર્ધસૈનિક બળો સહિત કુલ મળીને પોણા બે લાખ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તમામ 26 હજાર કરતાં વધુ મતદાન કેન્દ્ર પર VVPAT દ્વારા મતદાન થઈ રહ્યું છે.
કુલ 977 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ ચરણમાં 57 મહિલાઓ સહિત 977 ઉમેદવારો છે. સતારૂઢ ભાજપે 89 બેઠકો પર જ્યારે કોંગ્રેસે 87 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે, બસપાના 64, સપાના 4, વાઘેલાના જન વિકલ્પ મોર્ચાના 48, અાપના 21, જદયૂના 14, રાકાંપાના 30 અને શિવસેનાના 25 ઉમેદવાર છે. 443 નિર્દલીય ઉમેદવાર છે.
પ્રથમ ચરણમાં મુખ્ય ચહેરાઓમાં રાજકોટ પશ્ચિમ સીટથી મુખ્યમંત્રી રૂપાણી, ભાવનગર પશ્ચિમથી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પોરબંદરથી ભાજપના બાબુ બોખિરીયા અને કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને માંડવીથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. કુલ 182 બેઠકોવાળી વિધાનસભામાં બાકીની 93 બેઠકો (ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓ) પર બીજા અને અંતિમ તબક્કામાં 14 ડિસેમ્બરે પર ચૂંટણી થશે મતગણના 18 ડિસેમ્બરે થશે.