રાજ્યની સૌથી મહત્વની ગણાતી સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલીની જાહેરાત થવાની સાથે જ આ સેલના સ્ટાફને મોટા પ્રમાણમાં સક્રિય કરીને લીસ્ટેડ બુટલેગર્સ, બાયોડીઝલ અને કેમિકલ ચોરી સાથે જોડાયેલા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.
જે માટે નિર્લિપ્ત રાયે હાલ અમરેલી જિલ્લા પોલીસ વડાનો ચાર્જ નથી છોડયો તે પહેલાં જ તેમણે લીસ્ટેડ આરોપીઓની યાદી મંગાવીને પેપર વર્ક શરૃ કરી દીધું છે. તો બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલમાં નવા પીઆઇ અને પીએસઆઇ માટે ડેપ્યુટેશન પર નવી જ ટીમ તૈયાર કરશે તેવ સંકેત પણ તેમણે આપ્યા છે.તાજેતરમાં આઇપીએસની બદલીઓમાં સૌથી મહત્વની બદલી અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલમાં કરવામાં આવી તે હતી.
DSP નિર્લિપ્ત રાયએ ચાર્જ છોડ્યો ત્યારે સ્થાનિકલોકો તેમને વળાવવા આવ્યા હતા. ફૂલોનો વરસાદ વરસાવી એક પ્રામાણિક અધિકારી ને છાજે એવી વિદાય આપી હતી. અમરેલીવાસીઓ લાંબા સમય સુધી નિર્લિપ્ત રાયને યાદ કરશે એ નક્કી છે.