ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી રહેશે તેમ રાજકીય લોકો માની રહ્યા છે. ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ઓછા મતની સરસાઈથી ઉમેદવારો જીત્યા છે. એકાદ બે વાત કરવી જરૂરી છે કે રાજસ્થાનમાં જે માત્ર 1 મતે હાર્યા હતા. વડોદરા લોકસભામાં સત્યજીત ગાયકવાડ માત્ર 17 મતે વિજયી બન્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇ 9 ડિસેમ્બરે મતદાન થઇ ગયું એ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે તે ઇલેકટ્રોનિક વોટિંગ મશીનને સુરતમાં એક સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. રાજ્યમાં બીજા ચરણનું મતદાન 14 ડિસેમ્બરે મતગણતરી અને પરિણામ છે. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસ પાર્ટીએ આ વખતે તેની સામે જોરદાર રીતે પડકાર ઉભો કર્યા છે.
કદાચ કોઈ બેઠકમાં બે કે તેથી વધુ ઉમેદવારોને એક જ સરખા પ્રમાણમાં મત મળે તો શું થાય? તેવો સવાલ રાજકીય રસિકોમાં ઉઠી રહ્યો છે જો આવું થાય તો ચિઠ્ઠી નાખીને વિજેતા ઉમેદવાર નક્કી કરવાની જોગવાઈ હોવાનું ચૂંટણીપંચને વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. સરખા મતના સંજગોમાં નસીબ જ નિર્ણાયક બની શકે છે.