Royal Enfield આવતા વર્ષે તેની નવી Bullet 350 લોન્ચ કરી શકે છે. ટેસ્ટિંગ દરમિયાન નવી જનરેશનની બુલેટ જોવા મળી છે. કંપની તેને ઘણા ફેરફારો સાથે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની તેના પોર્ટફોલિયોને વધુ મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Royal Enfieldની નેક્સ્ટ જનરેશન બુલેટ 350ને કંપનીના નવા J-Series પ્લેટફોર્મ પર ડેવલપ કરાશે જેમ કે નવા Classic 350, Meteor 350 અને Hunter 350.
J-Series પ્લેટફોર્મની ખાસ વિશેષતા એ છે કે અહીં ડેવલપ કરવામાં આવી રહેલી બાઈકમાં જબરદસ્ત પરફોર્મન્સ મેળવવાની સાથે વધુ પાવર અને ઓછા વાઈબ્રેશન છે. આ કારણે Royal Enfieldની નવી બાઈક વધુ પાવરફુલ લાગી રહી છે. જો તેની કિંમત વિશે વાત કરીએ તો તે હંટર 350ની રેન્જમાં આવી શકે છે.
રોયલ એનફિલ્ડના નેક્સ્ટ જનરેશન બુલેટ 350માં મળેલા એન્જિન વિશે વાત કરીએ તો તે 349cc સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન સાથે આવી શકે છે. તે 20.2bhp પાવર અને 27Nm ટોર્ક જનરેટ કરી શકે છે. નવી બુલેટ 350 5-સ્પીડ ગિયરબોક્સ સાથે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે નવી બુલેટ 350ની માઈલેજ પણ પહેલા કરતા સારી હશે.
નવા Royal Enfield Bullet 350માં ઘણા શાનદાર ફીચર્સ જોવા મળી શકે છે. નવી બુલેટમાં નવી ડિઝાઇન કરાયેલ રાઉન્ડ હેડલેમ્પ્સ, નવી ટેલલેમ્પ્સ, રાઉન્ડ રિયર વ્યૂ મિરર્સ જોઈ શકાય છે. તે સિંગલ સીટ સેટઅપ સાથે આવી શકે છે. આ સિવાય તેમાં નવી ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને રિયર ડ્રમ બ્રેક મળી શકે છે. નવી બુલેટ 350માં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળના ભાગમાં ટ્વીન શોક એબ્સોર્બર્સ જોઈ શકાય છે.
હાલમાં, રોયલ એનફિલ્ડના પોર્ટફોલિયોમાં કુલ આઠ બાઇક છે. જેમાં હન્ટર 350, સ્ક્રમ 411, ક્લાસિક 350, મીટીઅર 350, ઈન્ટરસેપ્ટર 650, કોન્ટિનેંટલ જીટી, હિમાલયન અને બુલેટ જેવી બાઈકનો સમાવેશ થાય છે.
રોયલ એનફિલ્ડે હાલમાં જ હન્ટર 350ને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. કંપની તેને રેટ્રો, મેટ્રો અને મેટ્રો રિબેલ જેવા વેરિએન્ટમાં લાવી છે. હંટર 350 કંપની દ્વારા 6 પેઇન્ટ સ્કીમ્સમાં રેબેલ રેડ, રીબેલ બ્લુ, રીબેલ બ્લેક, ડેપર ગ્રે, ડેપર એશ અને ડેપર વ્હાઇટમાં ઓફર કરવામાં આવે છે.