વિધાનસભા 2017ની ચૂંટણી વેળાએ ભાજપે પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, નોટબંધી GST વગેરે સળગતા રહેલા પ્રશ્નો ઉપરાંત ખાસ કરીને સ્થાનિક કક્ષાના લોકોને કનડતાં રહેલા પ્રશ્નોનો પણ સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની એકતાને પાક વીમાનો પ્રશ્ન વ્યાપક પણે નડી રહ્યો છે પોતાને પાક વીમાની જે રકમ મળી છે તે એટલી નાની છે કે તે રકમ સ્વીકારવાનો જ ખેડૂતોએ ઇન્કાર કરી દીધો છે અને તમામ ખેડૂતોમાં આ પ્રશ્ન વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો છે
તેવીજ રીતે આ વિસ્તારના જે ખેડૂતોએ સફળતાપૂર્વક પાક લીધો છે તેમને ટેકાના ભાવનો પ્રશ્ન નડી રહ્યો છે તેના કારણે આવા ખેડૂતો નારાજ છે ઉચ્ચ શિક્ષણ માટે સ્થાનિક કક્ષાએ કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકોને બાળકોને દૂર દૂર મોકલવા પડે છે તે ઉપરાંત કરોડોનો ખર્ચ કરવા છતાં આજે પણ પાણી માટેની કકળાટ હજુ એવો જ રહેવા પામ્યો છે.