કોમનવેલ્થ ગેમ્સમાં 6 દિવસ બાદ ભારતની મેડલ સંખ્યા 18 પર પહોંચી ગઈ છે. છઠ્ઠો દિવસ ભારત માટે ખાસ હતો, આ દિવસે ભારતને 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સહિત 4 મેડલ મળ્યા હતા. તુલિકા માન જુડોમાં સિલ્વર અને સૌરભ ઘોષાલે સ્ક્વોશમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય વેઈટલિફ્ટિંગમાં છઠ્ઠા દિવસે 2 બ્રોન્ઝ મેડલ આવ્યા હતા. છઠ્ઠા દિવસે ભારતના લવપ્રીત સિંહ અને ગુરદીપ સિંહે વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ અને તુલિકા માનને જુડોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
લવપ્રીત સિંહે 109 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ જીત્યો
લૉન બૉલ ઇવેન્ટમાં ભારતની મૃદુલ બોરગોહેન જીતી
પુરુષોની 100 કિગ્રા વજન વર્ગમાં ભારતના દીપક દેસવાલની સફર ક્વાર્ટર ફાઇનલમાં સમાપ્ત થઈ.
હોકીમાં ભારતીય મહિલા ટીમે કેનેડાને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે
નીતુએ બોક્સિંગમાં સેમી ફાઇનલમાં જગ્યા બનાવી હતી
ભારતીય પુરુષ ટીમે કેનેડાને 8-0થી હરાવ્યું
જુડો – તુલિકા માન સિલ્વર જીત્યો
સ્ક્વોશ – સૌરવ ઘોષાલે બ્રોન્ઝ મેડલ જીત્યો
વેઈટલિફ્ટિંગ- ભારતના ગુરદીપ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો
ક્રિકેટ – ભારતે બાર્બાડોસને 100 રનથી હરાવ્યું
ભારતે કોમનવેલ્થ ગેમ્સના 5માં દિવસે બે ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા. 5માં દિવસે ભારતની સફરની વાત કરીએ તો, પહેલા ભારતે લૉન બોલની ઐતિહાસિક મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને તેનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો, ત્યારબાદ ટેબલ ટેનિસમાં પણ ટીમે ફાઇનલ મેચમાં સિંગાપોરને હરાવીને ગોલ્ડ પર કબજો કર્યો હતો. .
વેઈટલિફ્ટિંગની વાત કરીએ તો ભારતના વિકાસ ઠાકુરે 96 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 155 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 191 કિગ્રા વજન ઊંચકીને કુલ 346 કિગ્રાની લિફ્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો.
બેડમિન્ટન ટીમે સિલ્વર જીત્યો – ગત કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા ભારતની મિશ્ર ટીમને આ વખતે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. ભારતને ફાઈનલ મેચમાં મલેશિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં મલેશિયાની ટીમે ભારતને 3-1થી હરાવી ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.