એક મહિલાને સેક્સના કારણે એવી એલર્જી થઈ ગઈ છે કે, તે મૃત્યુના મોંમાં પહોંચી ગઈ છે. અમેરિકાના મેરીલેન્ડમાં રહેતી મહિલાનો કેસ રિપોર્ટ અમેરિકન જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. વાસ્તવમાં મહિલાનો ઓઅતિ કોઇક દવાઓ લઈ રહ્યો હતો, જેના કારણે મહિલાને એલર્જી થઈ ગઈ. ‘પ્રેમથી લગભગ મૃત્યુ – ચેતવણી આપતી કૉઈટલ વાર્તા’ ટાઇટલથી મહિલાનો કેસ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. પતિને આપવામાં આવી રહેલ દવાઓના કારણે મહિલાને ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગી
શરૂઆતમાં ડૉક્ટરોને લાગ્યું કે, મહિલાને બ્લડ પ્રેશરની સમસ્યા છે, પરંતુ પછી તેમણે જણાવ્યું કે આ anaphylactic shockની સમસ્યા છે, મહિલાના પતિને બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે પેનિસિલિન આપવામાં આવતી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતી વખતે મહિલાને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સેક્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, જ્યાં સુધી મહિલાના પતિને આપવામાં આવતી એન્ટીબાયોટિક્સનો ડોઝ પૂરો ન થઈ જાય.
આ પ્રકારની એલર્જીના એક-બે કેસ પહેલાં પણ સામે આવી ચૂક્યા છે. તો રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે, દવા લખતા ડૉક્ટર્સે પેશન્ટની સાથે-સાથે તેના પરિવારના લોકોના એલર્જીક રિએક્શનને પણ ધ્યાનમાં રાખવું જોઇએ.