જો તમે પીએફ એકાઉન્ટ હોલ્ડર (PF Account Holder) છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. તમને જણાવી દઈએ કે સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) માં જમા રકમ પર વ્યાજ દર પર સ્ટેમ્પ લગાવી દીધો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે સરકાર દ્વારા EPF પર 8.1 ટકા વ્યાજ આપવાનું છે. આ વ્યાજની રકમ પીએફ એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં કેટલા સમયમાં ટ્રાન્સફર કરવામાં આવશે તે અંગે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં 7 કરોડથી વધુ એકાઉન્ટ હોલ્ડર છે.
વ્યાજના કેટલા રૂપિયા આવશે ?પીએફ એકાઉન્ટ હોલ્ડર (PF Account Holder) ના ખાતામાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) નાણાકીય વર્ષ 2021-22 માટે 8.1 ટકાના દર વ્યાજ ચૂકવવા જઈ રહ્યું છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી. જો કે સમાચાર મુજબ સરકાર આ મહિને પીએફ એકાઉન્ટમાં જમા થયેલી રકમ પર વ્યાજની રકમ નાખી શકે છે.વ્યાજની ગણતરી કેવી રીતે કરવીકોઈપણ પીએફ ખાતાધારકના એકાઉન્ટમાં કેટલું પેમેન્ટ આવશે, તે તેના એકાઉન્ટમાં જમા થયેલી રકમ પર નિર્ભર કરે છે. જેટલી વધુ રકમ જમા થશે, તેના પર વધુ વ્યાજ મળશે.
સરકાર તરફથી 8.1 ટકાના દરે વ્યાજ આપવાનું નક્કી થયું છે. આ રીતે જો તમારા પીએફ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયાની રકમ જમા થાય છે, તો તમને ભવિષ્ય નિધિમાંથી વાર્ષિક 81000 રૂપિયા વ્યાજ મળશે.સરકાર તમારા પીએફનું શું કરે છે ?EPFO પીએફ ખાતાધારકના એકાઉન્ટમાં જમા થયેલી રકમનું અલગ અલગ રીતે રોકાણ કરે છે. આ રોકાણ કરેલી રકમમાંથી મળેલા નફાનો અમુક હિસ્સો પીએફ ખાતાધારકને આપવામાં આવે છે. ગયા મહિને એટલે કે ઓગસ્ટ 2022 માં જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે EPFO તેના 85 ટકા ફંડ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. 1
5 ટકા ફંડ તે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં રોકાણ કરે છે.વ્યાજ ક્યારે જમા થાય છે ?તમને જણાવી દઈએ કે પીએફ વિભાગ તરફથી વ્યાજની ગણતરી મહિનાના આધારે કરવામાં આવે છે. પરંતુ પીએફ એકાઉન્ટમાં વ્યાજ નાણાકીય વર્ષ પૂરું થયા પછી જ જમા થાય છે.તમે આ રીતે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો
તમારે EPFOની વેબસાઈટ પર જવું પડશે.
ત્યાં અમારી સેવાઓ (Our Services) પર ક્લિક કરો
તેના પછી તમને ફોર એમ્પ્લોઇઝ (For Employees) નો એક ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
ત્યાર બાદ તમારે મેમ્બર પાસબુક પર ક્લિક કરવાનું રહેશે.
પોર્ટલ પર તમારે તમારો યૂએએન નંબર (UAN Number) અને પાસવર્ડ (Password) દાખલ કરવો પડશે
આ સિવાય તમે UMANG એપ દ્વારા પણ પાસબુક ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે UMANG એપમાં EPFO સેક્શનમાં જવું પડશે. ત્યાં લોગ ઇન કર્યા બાદ પાસબુક ડાઉનલોડ કરવાનો વિકલ્પ આવશે.