મહિલાનાં આકારમાં બની દુનિયાની સૌથી મોંઘી કેક હાલનાં દિવસોમાં દુબઈનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કેકને બ્રિટનથી લાવવામાં આવી છે. દુલ્હનનાં આકારમાં દેખાઈ રહેલું આ પૂતળું અસલમાં એક કેક છે. જેની કિંમત સાત કરોડ રૂપિયા છે. અને તેને દુનિયાની સૌથી મોંઘી કેક ગણવામાં આવી છે.
જેનું વજન 120 કિલો છે. દુબઈનાં વર્લડ ટ્રેન્ડ સેન્ટરમાં પ્રદર્શન માટે રાખવામાં આવી છે. આ કેકની સૌથી મહત્વની વાત એ છે કે આ કેકમાં 3 કેરેટનાં હીરા જડવામાં આવ્યા છે. કેકના મેકિંગ વિશે જણાવીએ તો તેના પર લેસવર્કની સાથે સાથે નાના મોતીઓ પણ સુંદર રીતે મઢવામાં આવ્યા છે.રિપોર્ટ અનુસાર આ કેકની લંબાઈ 182 સેન્ટિમીટર છે.
તેને સજાવવામાં કારીગરોને 10 દિવસનો સમય લાગ્યો છે. તેમાં કેક અને આઈસિન ઉપરાંત 5000 ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કેક બનાવવામાં 1 હજાર ઇંડા, 20 કિલો ચોકલેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૂતળાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા છે. આટલું જ નહીં, કેટલાક લોકો તેને વિશ્વની સૌથી મોંઘી દુલ્હન પણ કહી રહ્યા છે.