પ્રકાશ ફેંકતા આ મશરૂમ ગોવાના મ્હાડેઈ વાઈલ્ડ લાઈફ સેંન્ચુરીમાં જોવા મળે છે. આ સેન્ચુરીને મોલેમ નેશનલ પાર્ક અથવા વાઈલ્ડલાઈફ સેન્ચુરી પણ કહેવાય છે. આ સેન્ચુરી ગોવાના પશ્ચિમી ઘાટ પર છે. દિવસમાં આ મશરૂમ સામાન્ય મશરૂમની માફક જ દેખાય છે. પણ રાતે તેમાંથી પ્રકાશ ફેલાય છે.વન્ય જીવોના નિષ્ણાંતો જણાવે છે કે, મશરૂમની આ પ્રજાતિને માઈસેના જીન્સ કહેવાય છે. જે રાતમાં સામાન્ય એવો પ્રકાશ છોડે છે. આ મશરૂમ રાતમાં એટલા માટે પ્રકાશ ફેલાવે છે કે, જેથી તેના પર રહેલા કિટાણુ કીડા મારફતે અન્ય જગ્યાએ ફેલાય અને જેનાથી મશરૂમની સંખ્યા વધે.
પ્રકાશ ફેલાવતા આ મશરૂમ પોતાની સંખ્યા વધારવા માટે કીડા દ્વારા જંગલોમાં ફેલાય છે. તેનાથી તે છોડની છાલ, અને જમીનની ખાસિયતના આધારે ઉગે છે. જે એક ખાસ પ્રકારનું કવક હોય છે. અત્યાર સુધીમાં પ્રકાશ ફેલાવતા મશરૂમની 50થી વધારે પ્રજાતિ જોવા મળી છે. ગોવામાં મળતા આ મશરૂમ ખાસ તો વરસાદી સિઝનમાં જોવા મળે છે.જંગલમાં તેને ઉગવા માટે સારા એવા વાતાવરણની જરૂર પડે છે. સાથે જ 21 ડિગ્રી તાપમાનથી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ હોવુ જોઈએ. મહાવીર વાઈલ્ડલાઈફ સેન્ચુરીમાં તેની સંખ્યા ખૂબ જ વધી જાય છે. તેને ઓળખવું અતિ મુશ્કેલ નથી, ઝડપી હાથમાં આવી જાય છે.