નવી દિલ્હી : યસ બેંકના આર્થિક સંકટના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કેસમાં સંબંધિત એક ખુલાસા પર પણ રાજકીય હંગામો શરૂ થયો છે. ઇડીની નજર યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂર દ્વારા ખરીદવામાં આવેલી પેઇન્ટિંગ પર છે, જેની કિંમત 2 કરોડ રૂપિયા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાણા કપૂરે આ પેઇન્ટિંગ પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી બે કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ કેસમાં એજન્સીઓ હવે રાણા કપૂરની પૂછપરછ કરી રહી છે.
ઇડીના સૂત્રોએ દાવો કર્યો છે કે કોંગ્રેસના નેતા મિલિંદ દેવડાએ રાણા કપૂરને પેઇન્ટિંગ ખરીદવા માટે રાજી કર્યા હતા. જે બાદ ઇડીએ આ નાણાં વ્યવહારની તપાસ શરૂ કરી છે.
પેઇન્ટિંગને લઈને હોબાળો મચાવતા કોંગ્રેસના નેતા અંબિકા સોનીએ કહ્યું કે, જો આ એજન્સીઓ પહેલેથી જ શંકા હતી તો અત્યાર સુધી શું કરી રહ્યા હતા. તાત્કાલિક પગલા લેવા જોઈએ, કોણ ડરી રહ્યું છે ? ફક્ત આ મુદ્દાને ભટકાવવા માંગે છે.