ચીનમાં 30 વર્ષીય ઝાન્ગ બિનસેન્ગ તેનું નાક બંધ થયું હોવાની ફરિયાદ લઈને હોસ્પિટલ પહોંચ્યો. એક્સ-રે રિપોર્ટ જોઈને ડોક્ટરનું મગજ ચકરાવે ચડી ગયું હતું. ઝાન્ગનાં નાકમાં દાંત હતો, જેને કારણે તેને બધી તકલીફ થઈ હતી. 3 મહિનાથી તે રાતે સરખી રીતે શ્વાસ લઈ શકતો નહોતો. માત્ર શ્વાસ નહીં પણ તેની સૂંઘવાની ક્ષમતા પર પણ અસર પડી હતી.
આ વાત પ્રથમવાર સાંભળવામાં તો અચરજ પમાડે તેવી જ છે, પણ વાત એમ છે કે 10 વર્ષની ઉંમરે ઝાન્ગનો દાંત તૂટીને નાકમાં જતો રહ્યો હતો. આ દાંત નાકમાં જ રહ્યો. તે સમયે તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ તે બહાર ન આયો અને 20 વર્ષ પછી દેખાયો. ડોક્ટરે 30 મિનિટની સર્જરી કરીને આ દાંત કાઢ્યો છે.