નોઈડાના બીજેપી ઉમેદવાર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહના પ્રચાર માટે આવેલા સાંસદ મનોજ તિવારીનો સામનો કરવો પડ્યો હતો. મનોજ તિવારીના વિરોધમાં તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર જ નહીં પરંતુ તેમને જૂતું પણ બતાવ્યું. તેમના વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.મળતી માહિતી મુજબ, આ વીડિયો સેક્ટર 17ની ઝૂંપડપટ્ટીનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં લોકો અખિલેશ યાદવ ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે અને તેમને પાછા જવા માટે કહી રહ્યા છે. આ દરમિયાન, એક મતદાર પહેલા નારા લગાવે છે અને પછી જૂતા બતાવીને વિરોધ કરે છે.નોઈડાથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા પંકજ સિંહના પ્રચાર માટે સાંસદ મનોજ તિવારી આવ્યા હતા. આ દરમિયાન તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વીડિયોમાં એક મહિલા મનોજ તિવારીનો વિરોધ કરતી પણ જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મનોજ તિવારીના પ્રચાર દરમિયાન એક મહિલા અખિલેશ યાદવ ઝિંદાબાદના નારા લગાવી રહી છે.
આજતકના રિપોર્ટ અનુસાર, વીડિયો નોઈડાના સેક્ટર 17માં સ્થિત એક ઝૂંપડપટ્ટીનો જણાવવામાં આવી રહ્યો છે. તિવારી ડોર ટુ ડોર પ્રચાર કરવા વિસ્તારમાં પહોંચ્યા હતા. તેની શરૂઆત સાંજે સેક્ટર 17ની ઝૂંપડપટ્ટીથી થઈ હતી. અહીં જ તેમનો વિરોધ થયો હતો. વિરોધ છતાં મનોજ ટીનારીએ શ્રમિક કુંજ, સેક્ટર-66, સેક્ટર 71, સેક્ટર 82માં ડોર ટુ ડોર પ્રચાર કરીને પંકજ સિંહને પ્રચંડ બહુમતીથી જીતાડવાની લોકોને અપીલ કરી હતી.નોઈડાની જેજે કોલોનીમાં પૂર્વાંચલ અને બિહારના લોકો મોટી સંખ્યામાં રહે છે. જ્યારે તેમને મનોજ તિવારીના આગમનની માહિતી મળી ત્યારે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.