Lok Sabha Elections: પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર હવે આગામી લોકસભા ચૂંટણી લડવાના મૂડમાં નથી. તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી માટે પાર્ટીને આ અપીલ કરી છે.
પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગૌતમ ગંભીર આ વખતે લોકસભા ચૂંટણી લડવા માંગતા નથી . તેણે 2 માર્ચ, શનિવારના રોજ X પર પોસ્ટ કરીને આનો સંકેત આપ્યો. ગૌતમ ગંભીરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવાની અપીલ કરી છે.