રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સવારે ૯ વાગ્યાથી શરૂ થઈ છે જે સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. આ પછી સાંજે ૫ વાગ્યાની આસપાસ મત ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. મત ગણતરી પછી તેના પરિણામો જાહેર કરવામાં આવશે.૧૬ રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી થઇ રહી છે તેમાં સૌથી વધુ સીટો એટલે કે ૧૦ સીટો ઉત્તર પ્રદેશની છે.
રાજ્યસભાની ચૂંટણીમાં આંધ્ર પ્રદેશની ૩ , બિહારની ૬ , છત્તીસગઢની ૧ , ગુજરાતની ૪, હરિયાણાની ૧, હિમાચલની ૧, કર્ણાટકની ૩, મધ્યપ્રદેશની ૪ , મહારાષ્ટ્રની ૬ , તેલંગાનાની ૩ , ઉત્તર પ્રદેશની ૧૦ , ઉત્તરાખંડની ૧ , પશ્ચિમ બંગાળની ૫, ઓડ્ડિસાની ૩ , રાજસ્થાનની ૩ અને ઝારખંડની ૨ સીટોનો સમાવેશ થાય છે.
રાજ્યસભાની ૫૮ સીટોમાંથી ૩૩ સીટો બિનહરીફ થઈ છે.જેમાં આંધ્રની 3, ,બિહારની ૬ , ગુજરાતની ૪ , હરિયાણાની ૧, હિમાચલ પ્રદેશની ૧ , મધ્ય પ્રદેશની ૫ , મહારાષ્ટ્રની ૬ , ઉત્તરાખંડની ૧ , ઓડ્ડિસાની ૩ રાજસ્થાનની 3 સીટોનો સમાવેશ થાય છે.