Lok Sabha Elections 2024 : કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 3 નેતાઓના નામ સામેલ છે. પાર્ટીએ ગુજરાતમાં વધુ ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિકભાઈ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરા બેઠક પરથી જશપાલસિંહ પઢિયાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
યાદી જાહેર કરતા ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી ‘કેન્દ્રીય ચૂંટણી સમિતિ’ની બેઠકમાં લોકસભા ચૂંટણી, 2024 માટે કોંગ્રેસના ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી.
દેશભરમાં 7 તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે. ગુજરાતમાં 26 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, જે ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ યોજાશે.
ભાજપે રાજ્યની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી.