મુંબઈ : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે તાજેતરમાં જ વિરાટ કોહલીના પ્રદર્શનને લઈને અનુષ્કા શર્મા પર એક ટિપ્પણી કરી હતી, જેના વિશે તેઓ ટ્રોલ થયા હતા. અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને સુનિલ ગાવસ્કરના નિવેદન પર ટિપ્પણી કરી છે. હવે આ સમગ્ર મામલે કંગના રનૌતની પ્રતિક્રિયા સામે આવી છે.
અનુષ્કા શર્માએ સુનિલ ગાવસ્કરને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા યોગ્ય જવાબ આપ્યો. અનુષ્કાએ આગળ લખ્યું છે – ‘તમે મારા પતિના પ્રદર્શનને બીજા કોઈ શબ્દથી નિશાન બનાવી શક્યા હોત, પણ તમે મારું નામ પણ ખેંચી લીધું, શું આ સાચું છે? આ 2020 ચાલે છે, પરંતુ મારા માટે બાબતો આજે પણ ઠીક થઈ નથી. મને હંમેશાં ક્રિકેટમાં ખેંચીને લાવવામાં આવે છું. હું તમારો ખૂબ આદર કરું છું. તમે આ રમતના દિગ્ગ્જ છો. જ્યારે તમે મારું નામ લીધું ત્યારે મને કેવું લાગ્યું તે હું તમને જણાવવા માંગું છું.
કંગનાએ ટિ્વટ કર્યું હતું કે, અનુષ્કા શર્મા ત્યારે ચૂપ રહી જ્યારે મને ધમકાવવામાં આવી અને હરામખોર કહેવામાં આવી, પરંતુ આજે જ્યારે તેણીએ જાતે આવી બાબતનો સામનો કર્યો ત્યારે હું નિંદા કરું છું કે સુનિલ ગાવસ્કરે તેને આ રીતે ક્રિકેટમાં ખેંચી, પરંતુ થોડીક ચીજો પર નારીવાદ બતાવવો પણ યોગ્ય નથી. ‘
Only a sex starved pervert will find sexual context to #SunilGavaskar’s statement which he made on national television for a woman, he should’ve not mentioned her, but Anushka is playing a cricketer in her next and there are several videos of her practising with her husband.
— Kangana Ranaut (@KanganaTeam) September 25, 2020
કંગનાએ તેના ટ્વિટમાં આગળ લખ્યું છે કે, ‘અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મમાં ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહી છે. આ સાથે જ અનેક વીડિયોમાં તે વિરાટ કોહલી સાથે પ્રેક્ટિસ કરતી પણ જોવા મળે છે. અગાઉ અનુષ્કાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું, ‘ગાવસ્કર જી, તમારો સંદેશ એક ખલેલ પહોંચાડતી હકીકત છે’.