બોલીવુડ અભિનેતા અનિલ કપુર અને અર્જુન કપુર સ્ટાર ફિલ્મ મુબારકાંનું ટ્રેલર આખરે લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ મસ્તીથી ભરપુર છે. અર્જુન કપુર આ ફિલ્મમાં ડબલ રોલમાં છે, બન્ને ભાઈ બન્યા છે એક કરણ અને બીજો ચરણ. ફિલ્મમાં અનિલ કપુરનું પાત્ર ઘણુ મજેદાર છે.
ટ્રેલર જોઈને લાગી રહ્યુ છે કે ફિલ્મમાં હિરોઈનો અને હીરોને લઈને ઘણુ કન્ફ્યુઝન છે, જેના કારણે ફિલ્મ મજેદાર બને છે અને ફિલ્મમાં ખૂબ હાસ્યના ફુવારા પણ છે. ફિલ્મમાં અભિનેત્રી આથિયા શેટ્ટી અને ઈલિયાના ડીક્રુઝની પણ મહત્વની ભૂમિકા છે.
આ ફિલ્મમાં અનિલ કપુર અને અર્જુન કપુર પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. અર્જુન કપુર આ ફિલ્મમાં અનિલ કપુરના ભત્રીજાના રોલમાં નજરે પડશે. આ ફિલ્મની સાથે અનિલ કપુર અને અનીજ બજ્મી પાંચમી વખત સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા તેઓ નો એન્ટ્રી, વેલકમ, નો પ્રોબ્લેમ અને વેલકમ બેક જેવી ફિલ્મો કરી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે, ટ્રેલર રીલીઝ થયાના એક દિવસ પહેલા ફિલ્મનું નવુ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, અનિલ કપુર અને અર્જુન કપુરની આ ફિલ્મ ૨૮ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે.