મોના:
ટીવી દુનિયાની સુંદર અને ફેમસ અભિનેત્રી મોનાને સૌથી પહેલા પ્રખ્યાત ટેલિવિઝન સિરિયલ ‘અનુપમા’ માટે પસંદ કરવામાં આવી હતી જે છેલ્લા ઘણા મહિનાઓથી TRP લિસ્ટમાં નંબર વન પોઝિશન પર છે.જોકે તેણે આ શો કરવાની ના પાડી દીધી હતી.જે પછી અનુપમાનો આ રોલ રૂપાલી ગાંગુલીની બેગમાં આવ્યો.
દિવ્યાંકા ત્રિપાઠી દહિયા:
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી દહિયાને હાલમાં સોની ટીવી પર શરૂ થયેલી ટીવી સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’ની બીજી સીઝન માટે સૌથી પહેલા સંપર્ક કરવામાં આવ્યો હતો.અભિનેત્રીએ આ શો નકારી કાઢ્યો કારણ કે તેણીને લાગ્યું કે ટીવી અભિનેતા નકુલ મહેતા સાથે તેની જોડી કંઈ ખાસ નહીં લાગે.
ગૌરવ ખન્ના:
સીરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર મેં’માં વિરાટનું પાત્ર સૌથી પહેલા ટીવી અભિનેત્રા ગૌરવ ખન્નાને ઓફર કરવામાં આવ્યું હતું.જ્યારે તેણે આ રોલ કરવાનો ઇનકાર કર્યો ત્યારે અભિનેતા નીલ ભટ્ટને તેના માટે ફાઈનલ કરવામાં આવ્યો.
દેવોલિના ભટ્ટાચારજી:
‘સાથ નિભાના સાથિયા’ ફેમ ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારીને પ્રખ્યાત ટીવી સિરિયલ ‘યે હૈ ચાહતેં’માં ડોક્ટર પ્રિયરનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો પરંતુ દેવોલીનાએ આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી.
સનાયા ઈરાની:
સનાયા ઈરાનીનો સૌથી પહેલા એક પ્રખ્યાત ટેલિવિઝન સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના મુખ્ય પાત્ર માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.પરંતુ તેણે આ રોલ ઠુકરાવી દીધો.જે પછી શિવાંગી જોશીએ આ રોલ કરીને લોકોમાં ખૂબ જ ખ્યાતિ મેળવી.