મુંબઈ : ઘણા કલાકારોની જેમ વિદ્યા બાલન પણ કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ખૂબ સક્રિય છે. તેણે પોતાની નવીનતમ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કહ્યું છે કે, તે કોરોના વોરિયર્સ ડોકટરો અને આરોગ્ય સંભાળ વ્યવસાયિકો માટે 1000 પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ – PPE ) કીટ દાન કરી રહી છે.
વિદ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે, તે સેલિબ્રિટી શટઆઉટ પ્લેટફોર્મ ટ્રિંગના સહયોગથી વધારાની 1000 પીપીઇ કિટ પ્રદાન કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. તેમની આ પહેલમાં દ્રશ્યમ ફિલ્મ્સના મનીષ મુન્દ્રા અને ફોટોગ્રાફર અતુલ કાસબેકર પણ તેમની સાથે છે.
વિદ્યાએ તેના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘નમસ્તે, કોરોના સામેના યુદ્ધમાં આપણે આપણા આરોગ્યની સંભાળ રાખનારને પી.પી.ઇ. (પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ) કીટ પ્રદાન કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું મારા મેડિકલ સ્ટાફ માટે 1000 પીપીઈ કિટ્સ દાન કરું છું અને અન્ય પીપીઈ કીટ માટે ફંડ એકત્રિત કરવા માટે મેં ટ્રિંગ સાથે ભાગીદારી કરી છે. દેશભરમાં આપણા ડોકટરો અને તબીબી કર્મચારીઓ માટે તાત્કાલિક 1000 પીપીઈ કિટ્સની જરૂર છે.