ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી ટેલિવિઝન ઉદ્યોગના સૌથી સુંદર કપલમાંથી એક છે.આ બંને હંમેશા કપલ ગોલ સેટ કરે છે અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે મજાથી ભરેલી તસવીરો શેર કરે છે.આ વખતે હેડલાઈન્સ બનાવવાનું કારણ અલગ છે.ગુરમીત ચૌધરીએ બુધવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અને તેની પત્ની દેબીના બેનર્જીની તસવીર શેર કરી. આ તસવીરમાં દેબિના તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.દેબીનાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ જ ખુશ છે અને ફોટો પર કોમેન્ટ કરીને કપલને અભિનંદન આપી રહ્યા છે. ફોટો શેર કરતા ગુરમીતે લખ્યું કે હવે આપણે ત્રણ થવાના છીએ ટૂંક સમયમાં ચૌધરી જુનિયર આવવાના છે. અમને તમારા આશીર્વાદની જરૂર છે.ગુરમીત અને દેબીનાએ ટીવી શો ‘રામાયણ’થી બધાનું દિલ જીતી લીધું હતું. આ સિવાય બંને નચ બલિયે પતિ પત્ની અને વો જેવા રિયાલિટી શોમાં પણ સાથે જોવા મળ્યા છે.
આ સારા સમાચાર બાદ હવે દેબીના અને ગુરમીતના ચાહકો આ જોડીને એકસાથે જોઈ શકશે. થોડા સમય પહેલા દેબીના અને ગુરમીતે તેમના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં બંને કપલ વર અને કન્યાના ડ્રેસમાં જોવા મળ્યા હતા આ તસવીર તેના આગામી વેબ ડ્રામાનાં સેટની હતી. રામ કમલ મુખર્જી દ્વારા દિગ્દર્શિત ક્રાંતિકારી OTT પ્લેટફોર્મ બિગ બેંગની ‘શુભો બિજોયા’માં બંને સાથે જોવા મળશે.