દેવોલિના ભટ્ટાચારજી બિગ બોસને લઈને ચર્ચામાં હતી પરંતુ તે પછી અચાનક સોશિયલ મીડિયા પર તેની તસવીરોએ ચાહકોમાં સનસનાટી મચાવી દીધી. સર્જરી કરાવીને દેવોલિના જેવી જ પોતાના ઘરે પરત આવી તેણે ચાહકોને પોસ્ટ શેર કરીને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ આપ્યા પરંતુ આ સિવાય ટીવી અભિનેતા વિશાલે દેવોલિના સાથેની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં અભિનેત્રી દેવોલીના ભટ્ટાચારજી જોવા મળી હતી. તેના હાથમાં એક વીંટી હતી.આ તસવીરો શેર કરતી વખતે તેણે કહ્યું કે બંનેની સગાઈ થઈ ગઈ છે. આ સાંભળીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા જોકે હવે આ તસવીરો પાછળની આખી કહાની પણ સામે આવી ગઈ છે.આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા વિશાલે લખ્યું આ ઓફિશિયલ છે. આ સાથે તેણે કેપ્શનમાં એક રિંગ અને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.
તો સાથે જ દેવોલીનાએ પણ આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી અને લખ્યું આખરે આઈ લવ યુ વિશુ. આ પછી ચાહકો તેને અભિનંદન આપવા લાગ્યા પરંતુ આ તસવીરો પાછળનું સત્ય કંઈક બીજું જ છે.આ તસવીરોમાં જ્યાં દેવોલિના તેની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળે છે તો વિશાલ સિંહ તેના ઘૂંટણ પર બેસીને તેને પ્રપોઝ કરતો જોવા મળે છે પરંતુ વાસ્તવમાં આ તસવીરો તેના પ્રોજેક્ટની સ્ક્રીન પાછળની ક્ષણોનો ભાગ છે. બંનેનું એક ગીત ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે.વિશાલ સિંહ અને દેવોલિના ભટ્ટાચારજી આ પહેલા ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં સાથે જોવા મળ્યા હતા. આ સીરિયલમાં વિશાલ સિંહે દેવોલીના એટલે કે ગોપીના સાળા જીગરનો રોલ કર્યો હતો. તે તેની મિત્ર દેવોલીનાને સપોર્ટ કરવા બિગ બોસના ઘરમાં પણ ગયો હતો.