અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં કરણીસેનાની ઉપાધ્યક્ષાએ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ પર પ્રતિબંધ મૂકવા ફરિયાદ દાખલ કરી છે. જ્યારબાદ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછાવ્યો છે કે, સેંસર બોર્ડે ફિલ્મને સર્ટીફિકેટ આપ્યું છે કે નહિ? વધુ સુનાવણી આવવા વાળા અઠવાડિયે કરી શકે છે.કરણી સેનાના ઉપાધ્યક્ષ સંગીતા સિંહે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે જણાવ્યું છે કે, તેમાં હિંદુ સમ્રાટ પૃથ્વીરાજનું ‘ખોટું અને અશ્લિલ’ ચિત્રણ કરાયું છે.જેથી સમાજની ભાવના દુઃભાય છે. ફિલ્મ પોતે જ પોતાનામાં એક વિવાદ ઊભો કરી રહી છે. આથી તેના પર પ્રતિબંધ મૂકાવો જ જોઈએ.આ બીજી વાર કરણી સેનાએ કોઈ ફિલ્મની રીલિઝનો વિરોધ કર્યો છે.આ પહેલાં ૨૦૧૭માં કરણી સેનાએ સંજય લીલા ભણસાલીની પદ્માવતીની રીલિઝનો પણ વિરોધ કર્યો હતો. જ્યારબાદ કેટલાંક સીન અને ડાયલોગ્સમાં ફેરફાર સાથે ફિલ્મનું નામ પણ પદ્માવત કરાયું હતું.
Sunday, May 19