મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની રૂટિન લાઇફની વાતો અને ફોટા શેર કરતી રહે છે. તે દિવાળી જેવા મોટા તહેવાર પર ક્યાં પાછળ રહેવા જઈ રહી છે. પ્રિયંકા ચોપડાએ દિવાળીના પ્રસંગે તેમના પતિ નિક જોનાસ સાથે દિવાળીની ઉજવણી શેર કરી છે અને તેમના ચાહકો અને અનુયાયીઓને દિવાળીની ખુશહાલીની શુભકામના પાઠવી છે.
દિવાળીના પ્રસંગે પ્રિયંકા ચોપડાએ ફૂલો અને ભરતકામવાળી સાડી પહેરી હતી અને તેને મેચ કરવા માટે સ્લીવલેસ બ્લાઉઝ હતું. તેણે મોટી ઇયરિંગ્સ, આછી ગુલાબી બંગડીઓ અને વીંટી પહેરી છે. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે નિક જોનાસે બ્લેક ટી-શર્ટ ફ્લોરલ એમ્બ્રોઇડરી જેકેટ પહેરેલ છે, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. બંને હાથમાં દીવા રાખી ફોટા માટે પોઝ આપી રહ્યા છે.
દિવાળીની શુભકામનાઓ
આ તસવીર શેર કરતા પ્રિયંકા ચોપડાએ લખ્યું છે કે, “તમામને દિવાળીના તહેવારની શુભકામના. અમારા પરિવાર તરફથી તમારા પરિવારને શુભેચ્છા.” પ્રિયંકા ચોપડાએ લંડનમાં આ તસવીરની શેરિંગ લોકેશન શેર કરી છે. તમને જણાવી દઈએ કે નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા હંમેશાં કોઈ પ્રોફેશનલ ટ્રિપ અથવા શૂટ પર સાથે જતા હોય છે. થોડા દિવસો પહેલા નિક જોનાસે એક થ્રોબેક ફોટો શેર કર્યો હતો.