મુંબઈ : અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ જાતે જ બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી લીધી છે. આ અભિનેત્રી હંમેશાં કંઇક નવું કરવાનો પ્રયત્ન કરતી હોય છે. પ્રિયંકાએ અભિનયમાં પહેલેથી જ પોતાની સ્ટેમિના બતાવી દીધી છે, આ અભિનેત્રી એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. આજકાલ પ્રિયંકા તેના એક ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. પ્રિયંકાએ આ ફોટોશૂટ એલે યુકે મેગેઝિન માટે કર્યું છે. પ્રિયંકા આ મેગેઝિનના માર્ચ અંકમાં કવર પેજ પર દેખાશે.
પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટના ફોટા શેર કર્યા છે.
આ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ તેની બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર વિશે પણ વાત કરી છે. પ્રિયંકાએ કહ્યું છે કે તેણે 15 વર્ષ સતત કામ કર્યું. હોળી હોય, દિવાળી હોય કે જન્મદિવસ, તે દરરોજ કામ કરતી, હંમેશા લોકેશન પર રહેતી.
પ્રિયંકાએ જણાવ્યું છે કે તેણે મુંબઈમાં પોતાનું ઘર બનાવતાંની સાથે જ તેને ક્વાંટિકો સિરીઝ મળી અને તે ન્યૂયોર્કમાં સ્થળાંતર થઈ ગઈ. ત્યાં જેવું ઘરનું નિર્માણ થયું કે તરત જ LA જવું પડ્યું.