મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ માસૂમ અને ક્યૂટ લાગી રહી છે. તેણે
તેના ચાહકોને કહ્યું છે કે તેની આ તસવીર ફિલ્ટર વગરની છે. તેની આ તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સની કમેન્ટ્સ પણ આવી રહી છે.તેની બેસ્ટ ફ્રેન્ડ ફરાહે મલાઈકા અરોરાની ‘નો ફિલ્ટર’ વાળી તસ્વીર ઉપર રમુજી કોમેન્ટ કરીને દોસ્તાના અવતાર માં કહ્યું તું આવી રીતે હંમેશા બેસ્ટ લાગે છે મૈત્રીપૂર્ણ શૈલીમાંલખતા ફરાહે કહ્યું છે કે તું હંમેશા શ્રેષ્ઠ લાગે છે આ સાથે આ ફોટો પર ફેન્સની કમેન્ટ્સ પણ સતત આવી રહી છે.
આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક તેમને સુંદર કહી રહ્યા છે તો કેટલાક તેમને તેમનો ક્રશ કહી રહ્યા છે.મલાઈકા અરોરા
આજકાલ અર્જુન સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેની અને અર્જુનની તસવીરોનો દબદબો છે.મલાઈકા હાલમાં બોલિવૂડ
ઈન્ડસ્ટ્રીથી દૂરટીવીની દુનિયામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તે જુદા જુદા રિયાલિટી શોમાં જજની ભૂમિકા નિભાવતી
જોવા મળી રહી છે.