રાઘવ ચઢ્ઢાએ ટવિટ કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં પોસ્ટ કરી તસવીરો
Everything I prayed for .. She said yes! 💍
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਮਿਹਰ ਕਰਨ। 🙏🏻 pic.twitter.com/OquwJwHTDL— Raghav Chadha (@raghav_chadha) May 13, 2023
બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા આજે એટલે કે 13 મેના રોજ તેના બોયફ્રેન્ડ અને રાજનેતા રાઘવ ચઢ્ઢા સાથે દિલ્હીમાં સગાઈ કરી લીધી છે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લગ્નના સવાલ પર કેમેરાની સામે કહેતી જોવા મળે છે, રાજનેતા સાથે લગ્ન કરો, ના બાબા ના. જ્યારે હવે અભિનેત્રીએ માત્ર એક રાજકારણી સાથે સગાઈ કરી લીધી છે.
ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરાનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે ક્યારેય કોઈ નેતા સાથે લગ્ન નહીં કરે. પરિણીતી ચોપરાના અફેરના સમાચાર ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા હતા. તેના વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે પ્રેમમાં પડી ગઈ છે અને તે જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. તેણી ઘણીવાર તેના રાજકારણી બોયફ્રેન્ડ રાઘવ ચઢ્ઢા સાથે ડિનર અને લંચ ડેટ્સ પર જોવા મળતી હતી.