[highlight]અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ફિલ્મના સેટ પર સૂઈ જવું એ ઍક્ટર માટે સ્ક્રિપ્ટ દ્વારા મળેલી ગિફ્ટ છે. [/highlight]
બિગ બી હાલમાં ‘૧૦૨ નૉટઆઉટ’નું શૂટિંગ કરી રહ્યા છે અને આ શૂટિંગ દરમ્યાન બિગ બી સેટ પર સાચેસાચ સૂઈ ગયા હતા. બિગ બીએ તેમનો ફોટો શૅર કરતાં બ્લૉગ પર લખ્યું હતું કે ‘આપણા શરીરને ઊંઘ ઑટોમૅટિક આવી જાય છે. જે રીતે આપણે જીવવા માટે શ્વાસ ઑટોમૅટિક લેતા હોઈએ છીએ એ જ રીતે ઊંઘનું પણ છે. ફિલ્મના સેટ પર સૂવાની તક મળવી એ સ્ક્રિપ્ટની ગિફ્ટ છે. આવું ખૂબ જ ઓછું જોવા મળે છે, પરંતુ આવા દૃશ્યનું હું હંમેશાં સ્વાગત કરું છું. જ્યારે લાઇટિંગ હોય, કૅમેરા ઍક્શનમાં હોય અને દૃશ્ય ચાલી રહ્યું હોય ત્યારે કોઈ વ્યક્તિ કેવી રીતે સૂઈ શકે? જોકે હું સૂઈ ગયો હતો. મને સાચે જ ઊંઘ આવી ગઈ હતી અને તેમણે મારી પાસે આવીને મને જગાડીને કહેવું પડ્યું હતું કે દૃશ્ય પૂરું થઈ ગયું છે.’