મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અને મિસ ઇન્ડિયા પેસિફિક રહી ચુકેલી એક્ટ્રેસ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરી લીધા છે ત્યારે હવે દિયા વૈભવની પત્ની થઈ ગઈ છે. લગ્નનાં તુરંત બાદ બિઝી શેડ્યુલને કારણે બંને હનીમૂન પર જઇ શક્યા ન હતાં. હવે લગ્નનાં એક મહિના બાદ બંને માલદીવ્સ પહોંચ્યા છે. જ્યાં તે તેમનો ગોલ્ડન ટાઇમ વિતાવી રહ્યાં છે.
દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. લગ્નની તસવીરો બાદ તેણે માલદીવ્સની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
તસવીરો શેર કરતાં તેણે લખ્યું છે કે, હિન્દ મહાસાગર અને અવિશ્વસનીય લોકો. અહીં અમે નિરપેક્ષ સ્વર્ગમાં છે. અને મેહમાન નવાઝીનો આનંદ લઇ રહ્યાં છે. અહીં દરેક પળ ઉત્તમ આનંદ માણી રહ્યાં છે. આ કેપ્શનની સાથે તેણે @TravelWithJourneyLabel @jamanafaru_maldivesને ટેગ કર્યો છે.
આ સાથે જ તેણે પોસ્ટમાં દીયાને બીચવેર માટે ડિઝાઇનરને ધન્યવાદ કર્યો છે. સાથે જ તેણે ફોટો કર્ટ્સીમાં વૈભવનું નામ લખ્યું છે. દિયાની આ તસવીરો લોકો પસંદ કરી રહ્યાં છે. તસવીરોમાં તે સુંદર નજર આવી રહીં છે.
વૈભવ રેખી અને દીયા મિર્ઝા બંનેનાં આ બીજા લગ્ન છે. વૈભવનાં પહેલાં લગ્ન યોગ ઇન્સ્ટ્રક્ટર સુનૈના સાથે થયા હતાં. તેમને એક દીકરી પણ છે. દિયાએ આ પહેલાં સાહિલ સાંગા સાથે 11 વર્ષ રિલેશનશિપ બાદ લગ્ન કર્યા હતાં. પાંચ વર્ષનાં લગ્ન બાદ તેમણે સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.